ખોવાયું છે ખોવાયું છે, જીવન આપણું ખોવાયું છે
મોજ મજા ને મસ્તી કાજે સાચું જીવન ખોવાયું છે

કરવી ખોજ મારે સાચા જીવનની
ખોજમાં જ જીવન ખોવાયું છે
ખોવાયું છે ખોવાયું છે, જીવન આપણું ખોવાયું છે
દેખાદેખી અને વાદવિવાદમાં, ટીકા અને ટિપ્પણીમાં
સાચું જીવન ના દેખાયું છે,જીવન આપણું ખોવાયું છે
હોંશિયારી અને આગળ વધવામાં
અહમથી જીવન જીવાયું છે
ખોવાયું છે ખોવાયું છે, જીવન આપણું ખોવાયું છે
નામ માત્ર આપણે ઈશ્વર દર્શન કરતાં
જીવનમાં ગીતાનું જ્ઞાન ભૂલાયું છે
ખોવાયું છે ખોવાયું છે, જીવન આપણું ખોવાયું છે
મોજ મજા ને મસ્તી કાજે સાચું જીવન ખોવાયું છે
- કૌશિક દવે
-Kaushik Dave