કદાચિત ઈશ્વર આવે ચશ્મા પહેરીને
આપણે ઓળખીશું ચશ્મા પહેરીને!
આપણા ચશ્મામાં કેટકેટલા છે ભેદ
નંબરનાં હોય, જોઈએ ગોગલ્સ પહેરીને
સાવ ચોખ્ખું દેખાતું હોય આપણને
છતાં ફરીશું સમાજમાં ચશ્મા પહેરીને
મારી નજરમાંથી કંઈ નહીં છટકે
એવું માનીએ છીએ આપણે ચશ્મા પહેરીને
આવ્યા હતા ઈશ્વર બાળક બનીને
હવે આવશે ઈશ્વર શું ચશ્મા પહેરીને?
ઈશ્વરને ઓળખવા આપણે શું કરવું
જોવું ચશ્મા કાઢીને કે ચશ્મા પહેરીને!
કદાચિત ઈશ્વર આવે ચશ્મા પહેરીને
કોઈક વિરલો ઓળખી જશે ચશ્મા પહેરીને!
- કૌશિક દવે
-Kaushik Dave