કરે સૌ પ્રવેશોત્સવ બાળકોનો,
પા પા પગલી માંડતા એ નાનાં બાળ,
આવ્યાં શાળાએ મેળવવાને જ્ઞાન!
વિચાર્યું અમે કંઈક નોખું એવું,
કરાવ્યો પ્રવેશોત્સવ આ ભૂલકાંઓનો,
'વિદ્યારંભ સંસ્કાર' થકી...
બેસાડી ગીતાજી પાલખીમાં,
કાઢી સુંદર પોથીયાત્રા!
કરાવી આરાધના દેવોની બાળકો પાસે,
લખાવી 'ૐ' કાગળમાં,
કરાવી વિદ્યા સંસ્કારની સુંદર શરૂઆત!
આપી સુંદર ભેટ બાળકોને,
કર્યા એમનાં મનડા ખુશ,
રાજીખુશીથી ભણજો સૌ,
કરી પ્રાર્થના, સાંભળી આશીર્વચન,
છૂટાં પડ્યાં સૌ બાળ.
-Tr. Mrs. Snehal Jani