દરેક વાત સ્વીકાર્ય બને તેવું કંઈ છે નહીં.
દરેક વાત અસ્તિત્વ પર આવે તેવું કંઈ છે નહીં.
હાર માની ચુપ બેસું એવું વ્યક્તિત્વ છે નહીં.
લીધેલા શ્વાસમાં વિશ્વાસ બેસે એવું કંઈ છે નહીં.
સપના રગદોળી આગળ વધવું એવું કંઈ છે નહીં.
રસ્તા ના પથ્થર બની શકીએ એવું કંઈ છે નહીં.
પ્રત્યેક ક્ષણમાં તારો સાક્ષાત્કાર કર્યો છે.
દરેક કણમાં તારો નાદ સાંભળ્યો છે.
તારા જેવું અસ્તિત્વ બીજું હોય એવું કંઈ છે નહીં.
વેદના એકય તત્વ મારું હોય એવું કંઈ છે નહીં.
વેદનાની કલમે 💓❤️