દુનિયાદારીની ચિંતા રહેતી
મન બનતું ઉદાસ રે
મનમાં તો છે ઘણું બધું
દુનિયાથી પરેશાન રે
રસ્તો તો સૂઝતો નથી
મનમાં પરેશાન રે
આખરે કર્યું મનન એણે
કરવાનું ધ્યાન રે
મનને ના ઉદ્વેગમાં રાખવું
શાંતિ મનમાં રાખી રે
એક આશાનું કિરણ મળ્યું
માર્ગ સીધો મળ્યો રે
ના કરવી ચિંતા આપણે
મનને રાખો શાંત રે
મળશે તમને માર્ગ હંમેશા
જીવનને સરળ બનાવો રે
- કૌશિક દવે
-Kaushik Dave