પ્રિતમાં રંગાઈ પિયુ તારાં નામમાં.
પ્યાલો પિવાઈ ગયો વિષનો તારાં રંગમાં.
મારી એક જ લવારી હોઠ પર તારાં નામની
તન અને મન બધું જ હારી તારાં પ્રણયમાં.
તારાં નયનમાં જીવન ઘોળ્યું તારાં ઈશારામાં.
પ્રિત મારી અનપઢ છે તારાં વિષયમાં.
તારી યાદો ને સાચવી જીગરમાં તારાં આતમમા.
ખુણામાં ક્યાંક વેદનાં ગીત લલકાર્યુ તારાં સુરમાં.
હંમેશાં રહેતાં મારી સન્મુખ તારાં દર્શનમાં.
મારી રોજ પ્રાર્થનામાં સમાતાં જીવનનાં આનંદમાં.
વેદનાની કલમે 💓❤️