વિનાશ પહેલાં અભિમાન
અને ઠોકર વાગતાં પહેલા
ઘમંડ જરૂર આવે છે ..
જો એને સમયસર
ઓળખી લો તો
વિનાશ અને ઠોકરથી બચી
શકાય છે..!!
દુનિયા જેને મૂર્ખ કહે છે
એવા લોકો જ સમયે
કામમાં આવે છે,
બાકી હોંશિયાર લોકો
હોંશિયારીથી જવાબ
આપી છટકી જાય છે …!!
લોકો ઓળખતા ભલે
નામથી હોય, જે માતા- પિતાએ
આપ્યું હોય, પણ યાદ
સ્વભાવનાં કારણે જ
રહેશે…એ નામ જાતે જ
કમાવું પડે છે… સાહેબ ..
પારકા પ્રદેશમાં તમારું
નામ પડેને વ્યવહાર
સચવાય ત્યારે
“નામ કમાયા” કહેવાય…!!!
સૌજન્ય:- અશ્વિન પંચાલ