કંઈ ફરક નથી પડતો જો નરસિંહ આજે આવે તો
ગઝલકારની વાહ વાહ ને નરસિંહને ભૂલી જાય!
દુઃખ તો મને પણ થાય છે, આજે નરસિંહ મહેતા જયંતિ ને
શ્રી કૃષ્ણના ભક્તિરસને જ ભૂલી જાય છે!
કંઈ ફરક નથી પડતો જો નરસિંહ સજીવન થઈ જાય
હજુ માણસ એવો ને એવો, ભક્તિ ભૂલી જાય છે!
ગરમી પણ પડે છે કેવી કાળઝાળ આગ જેવી
નરસિંહને યાદ કરો તો કોઈક તો કેદારો ગાતો જાય છે!
ભૂલી જતા લોકો, આજે નરસિંહ મહેતાને ભૂલી જાય
મોબાઈલની દુનિયામાં, આજે જાગ ને જાદવા પ્રભાતિયાં ભૂલી જાય છે!
કંઈક તો ફરક પડશે જો નરસિંહને યાદ કરશો તો
અખિલ બ્રહ્માંડમાં દર્શન કરવાનું ભૂલી ના જવાય!
*નરસિંહ મહેતાની ૬૧૬ મી જન્મજયંતિ નિમિત્તે નરસિંહ મહેતાને વંદન નમસ્કાર 🙏 🙏 જયશ્રી કૃષ્ણ 🙏
- કૌશિક દવે
-Kaushik Dave