સ્વાર્થ,મોહ,માયાનો માનવી,
સ્નેહ વગરનો થતો ગયો,
એકમેકને કાપવા માટે,
અંતરથી ઝનુની થતો ગયો,
ઉપર છલ્લો પ્રેમ બતાવી,
પ્રભુને છેતરતો ગયો,
ગમગીન બનીને વિચારે પ્રભુ,
પૃથ્વી પર ના અવતાર થાઉં!,
માનવ જો માનવ ના બને તો,
પૃથ્વી પર કેમ આવું?
આવી પ્રાર્થના આવી વિનવણી ,
ઉપરછલ્લી દેખાતી જાય,
ભાઈ જો ભાઇને કનડે તો,
એની પ્રાર્થના કેમ સ્વીકારું?
@કૌશિક દવે
-Kaushik Dave