ચકલી ક્યાં ખોવાઈ ગઈ તું.
તારા વીના સુનું
આંગણમાં ઉભુ બદામનું ઝાડ,
લોલક વાળી એ મોટી દીવાલ ઘડીયાળ.
એ કાચની છબીઓની હાર.
તારું ચીં. ચીં..વાળું મધુર સંગીત
ઉનાળાની બપોરે ઠંડક આપતું ગીત.
હવે ધીરે ધીરે ખોવાઈ ગયું છે આ તમામ,
બાલ્કનીનાં કુંડા,
ડીજીટલ કલોક ને,
ફેન્સી વૉલ પેઈન્ટીંગમાં તારી જગ્યા પણ. ગઈ
હા હવે "એલેક્ષા" છે અમારી પાસે,
બસ સુજ્ઞ દેખાવાં અમે એક ઘર તારાં માટે ટાંગ્યું..
તું આવીશને , તારો ફોટો લઈને હું મારી " એફ બી " વોલ પર ટાંગીશ..
@ ડો.ચાંદની અગ્રાવત