તારા વિના સફર તો પૂર્ણ થઇ જશે,
પણ , જાણે મંજિલ પામ્યા વિનાનો.......
તારા વિના હું સૌની સાથે હસી જ શકીશ,
પણ, દિલમાં ઊઠશે એક ટીસ તારા વિના.....
તારા વિના જિંદગી તો વીતતી જ જશે,
પણ, હરદમ મનમાં એક અજંપો ઊઠશે તારા વિના.....
તારા વિના માનવ મહેરામણ તો મળતું જ જશે,
પણ, એ ભીડમાં એકલી હશે પ્રિયા તારા વિના.....
તારા વિના રંગો તો ઘણા અડશે મનેય ઉપરથી,
પણ, ભીતરે કોરી રહી જઈશ તારા વિના.....
તારા વિના હું નહી જ રડું, ભલે તું જા,
બસ, આ હૃદયની ધડકન થમશે તારા વિના......
---સરગમ
-Priyanka Chauhan