દરરોજ નવા નવા શબ્દો બોલવાનું થતું તે બધું બંધ છે.
દરરોજ નવાં નવાં ગીતો મળતાં મને હવે બધું બંધ છે.
દરરોજ સવારે સંદેશ આપ લે કરવાનુંય બધું બંધ છે.
દરરોજ સપનાં જોઈ નવા વાયદા કરવાનું બધું બંધ છે.
અહીં જઈશું ત્યાં જઈશું સ્વપનાં જોવાનું હવે બંધ છે.
ચોરી છુપી કઈંક વસ્તુ લાવ્યાનું બતાવવાનું હવે બંધ છે.
એકલા પથારી પડ્યા હોઈએ મોબાઈલ જોવાનું બંધ છે.
તહેવાર આવે ને જાય કઈંક ખરીદવાનું બધું હવે બંધ છે.
મોસમ બદલાય તું નથી બદલાતી,બોલવાનું પણ બંધ છે.
ક્યાં જવુ દર્દ લઇ તું બોલ થોડું બાકી હ્રદય થવાનું બંધ છે.
- वात्सल्य