તારા નામ ની ગઝલ થવું ગમે મને,
તારા કંઠે કંઠસ્થ થવું ગમે મને.!
એક એક શબ્દ ના તાંતણે બધાવું ગમે મને,
બંધાયેલા શબ્દોના તાંતણેથી ગુથાવું ગમે મને.!
તારા સુહાસ ભર્યાં શબ્દોથી પ્રફુલિત થવું ગમે મને,
પુનઃ સ્થાપિત તારા શબ્દોના કોયડામાંથી પસાર થવું ગમે મને.!
રચનાઓ રજૂ કરવાની તારી શૈલીમાં,
ભાવ વિભોર થવું ગમે મને,
કોઈ સમજે કે ના સમજે મને,
પણ મને દરેક શૈલીમાં, સાંભળવું ગમે તને.!
એક જ સ્વર અને તાલમાં,લખવું ગમે મને,
તારી અને મારી વાત થકી બંધાતી ગઝલથી
"સ્વયમભુ"વિષયાભિમુખ થવું ગમે મને.!
તારા નામ ની ગઝલ થવું ગમે મને,
તારા કંઠે કંઠસ્થ થવું ગમે મને.!
એક એક શબ્દ ના તાંતણે બધાવું ગમે મને,
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ