માણસ ને ભૂલવા પણ એક માણસ જોઈએ છે...
આતો એક ઘા ને ભૂલવા બીજો ઘા જોઈએ છે...
હૃદયની વિશિષ્ટતાઓ ને ઘણીવાર આ નજરો ગૌણ કરે
છે...
કોઈક ની ગેરહાજરી, કોઈ ની હાજરીની સતત ખોળ કરે છે...
તૈયારી સાથે જ મળવું હંમેશા નવી ક્ષણો ને...
કેમકે નવી ક્ષણોના રૂપમાં નવો ભૂતકાળ મળે છે...
એકાંતમાં જીવવાની તૈયારી કોઈની નથી હોતી...
છતાં અસ્તિત્વ જાત ને મળવાની એક તક તો મોકલે જ છે...
-Tru...