ભારણ વગરની ઈચ્છા વધતી જાય છે.
સમય વગરનો સમય વહેતો જાય છે.
તું જીવમાં દોડાદોડી કરતો જાય છે.
લાગણીઓ ધીમે ધીમે વધતી જાય છે.
તારો પ્રણય નકામો શોધતો જાય છે.
નથી ક્યાંય પાંખો છતાં ઉડતો જાય છે.
માર્ગ જ આપણો ઊંધો થતો જાય છે.
વસંત ના દરવાજા બંધ થતા જાય છે.
નયનના ભારથી પાંપણ ઢળતી જાય છે.
તારી લગણીથી વેદના જીવતી જાય છે.
રંગત ચહેરાની ઉતરતી જાય છે પણ,
પ્રણય ને ઉંમર બંને વધતા જાય છે...