રોજ જે મરતી રહી, લડતી રહી પોતાના મન સાથે,
સહી કે કળી ન શકાય એ પીડાદાયક સવાલો સામે ઝઝૂમતી રહી,
એણે જો ધાર્યું હોત તો ભાગી જવાયું હોત ક્યાંક,
પણ એણે પસંદ કર્યા એના સંસ્કારને, માતા-પિતાએ કરેલી પરવરિશને,
અંતે શું મળ્યું?
ઠાલી સાંત્વના?
નકલી સમજાવટ?
તિરસ્કાર?
અને એ પણ એવા લોકો તરફથી જેમની ખુશીનો એણે વિચાર કર્યો!
-Maitri Barbhaiya