કોઇ અહીં હારી જાય તો એમાં વિરોધીને શું ફર્ક પડે છે,
કારણ કે અહીં જે હારે એની તો મોટી ઠેકડી ઉડે છે,
કોઈ અહીં જીતી જાય તો એમાં બધાંની વાહ વાહ પડે છે,
કારણ કે એમનો અદ્રશ્ય સંઘર્ષ તો કોઇને જ દેખાઈ છે,
કોઈ અહીં રજા લઈ લે તો દુનિયા એમની પ્રશંસા કરે છે,
કારણ કે હાજર હોય તો દુનિયા એની સામે મજાક કરે છે,
એટલે જ ભગવાન પણ માણસથી ઘણો છેટો રહે છે,
કારણ કે એજ કુદરત બની પરીક્ષાનું પરિણામ આપે છે..
મનોજ નાવડીયા