"મંજર"
આ તબાહી નું મંજર,આ મુલાકાત નું મંજર.
હાથમાં મારા મોત નું મંજર,ઝેર નું મારણ ઝેર નું મંજર.
લથબથ તું આ શરીર લોહી નું મંજર,
પીડાને ભુલી ગુમાન નું મંજર.
આ તબાહી નું મંજર,
આ મુલાકાત નું મંજર.
અણજોતી પિડા નું ભાંગેલું મંજર,
કાબિલેદાદ પામતાં ખુમારી નું મંજર.
મુલાકાત થી મુસાફરી નું મંજર,
રાહપર આવતા અડચણો નું મંજર.
આ તબાહી નું મંજર,
આ મુલાકાત નું મંજર.
હકડેઠાઠ ભર્યાં પેહેરવેશ નું મંજર,
ઘડીકમાં મેલું લાગતું "સ્વયમભુ" નું મંજર..!
આ તબાહી નું મંજર,
આ મુલાકાત નું મંજર.!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ