💓#CK 🔥
નથી છોડી શક્તો જે હું નથી,
એટલે જ બહાનું તારી શોધનું પકડી બેઠો છું
છુટતી નથી વસ્તુ કે વ્યક્તિની આસક્તિ ,
અને ખ્યાલ ખુદને શરીરથી અલગ હોવાનો પાળી બેઠો છું.
તારી ઇચ્છા વગર એક પાંદડું પણ નથી હલી શકતું, છતાં
સુખ મળે તો "મે કર્યું" અને દુઃખ મળે તો "આ તે શું કર્યું ?"ની ફરિયાદ કરી બેઠો છું.
પરીવર્તન જ જ્યા સંસાર નો નિયમ હોય,
ત્યાં કોઇના બદલાઇ જવાની પીડા કે કોઇ બદલાઇ ન જાય તેનો ડર સાચવી બેઠો છું
હા, અજ્ઞાન વશ હું એ જ નદીમાં ફરીવાર નહાવાની જીદ લઇ બેઠો છું.
મૃત્યુ નો ભય, વ્યક્તિ નો મોહ અને સંપત્તિ ની લાલસા જ જો કારણ હોય તારી પાસે આવવાનું.
તો હું આ કારણોયુક્ત અંધશ્રદ્ધાને જ શ્રદ્ધાનું નામ આપી બેઠો છું.
અતૃપ્ત એવી કંઈક બનાવાની આ દોડમાં હું ખુદથી જ દુર જઇ બેઠો છું.
જે હું છું તેમાં જ રહેવાને બદલે, જન્મથી જ, જીવનનાં દરેક પડાવ પર હું કંઇને કંઇક બનવા ની લત કરી બેઠો છું.
"હું આ" અને "હું તે" ના અભિમાનમાં હું ખુદ ને જ ખોઇ બેઠો છું.
- ચિરાગ કાકડિયા 💓🔥