રાખીએ
કોણ કરશે એજ ભૂલી આજ ઈચ્છા રાખીએ.
હાથમાં કાયમ પછી દુશ્મનના માથા રાખીએ.
રણ વચાળે થૈ લડાઈ જીત નક્કી થાય તો,
એકલાં રહેતાં શિખીને હાથ ભાલા રાખીએ.
આખરી હદ પણ વટાવે એમની દિવાનગી,
એટલાં પાગલ, પરસ્પર કેમ આઘા રાખીએ?
એકબીજા પર કરી આક્ષેપ જુદાયે થયાં.
વાત ભડકાવી જરા તો મનને ઉંચા રાખીએ.
કાચ જેવી સાવ તકલાદી સમજની વાત થૈ
આપવા સમજણ હવે રસ્તે જ ઊભા રાખીએ.
વાત ફેલાવી શકે ફેલાવ ચારેબાજુ તું..
છે નવા સોર્સ ઘણા પણ ખાસ છાપા રાખીએ.
લાગણીનો દોર કાચો તો નથી પાકો ઘણો,
નામ એનું આપવાની વાત, વાચા રાખીએ.©
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
કાજલ
કિરણ પિયુષ શાહ
૧૪/૦૪/૨૦૨૧