કોઈ સંબંધ નાતો કઇ ના હોય તો પણ કેટલું છુપાવવું પડે છે નઈ??જેના સાથે મરવા જીવવાની કસમો ખાધી છે એને બાજુમાં મૂકીને શુ મળવાનું??આમ તો આખો બોલો છું હું ,અબળખા બવ મોટા મોટા ને ચિંતા એનાથીયે મોટી .સમજ્યા પણ કોઈની જિંદગી સુધારવા માટે પોતાની કુરબાની આપવી એ કોઈ મહા પુણ્ય થી ઓછું તો નથી જ લાગતું.ખેર જોવે છેને એ ઉપરવાળો બસ નાહક ની ચિંતા શુ કામ કરવી આટલું બોલીને શુ ચિંતા પુરી થઈ જવાની?? જે થશે સારા માટે થશે, ભગવાન સારા માટે જ કરે છે આ બધું હું માનું છું ત્યાં સુધી ખાલી આશ્વાસન આપવા માટે જ હોય છે.હકીકતમાં કઈ સારા માટે નથી થવાનું.જે નથી મળ્યું એનો અફસોસ કદાચ એનાથીય વધારે હોય છે.માણસજાત પણ પછી રોટલીના કોળિયાની જેમ બધું ગળે ઉતારી દે એય કોઈને ખબર પડ્યા વગર.જેને કોઈ સાંભળનાર નથી એની પાસે કેહવા માટે ઘણું હોય છે.મતલબી ,સ્વાર્થી દુનિયા આ બધાથી હું ખૂબ પરે છું અને એની જંજાટમાં મારે પડવું પણ નથી.જેના શરીરમાં અગ્નિની જ્વાળા ફૂટે છે યૌવન આખું હિલોળે ચડ્યું છે ગળે ડૂમો ને જીભ કોતરાય ગઈ છે એ ક્યાં જવાનો???કોઈ માટે સર્વસ્વ ન્યોછાવર કરીને પણ જો કઈ ના મળે તો દોષનો ટોપલો શુ કામ બીજા પર નાખવો? દરેકને સ્વતંત્ર રીતે પોતાનું જીવન જીવવાનો અધિકાર છે.પ્રેમ સંબંધમાં એક મેકમાં ભળી જતા પ્રેમીઓને મેં મારી નજરે જોયું છે એક બીજાના દોષને પોતાના માથે લેતા અને સમય જતાં વિખુટા પડવાના સમયે એની જ ગણતરી ચાલતી હોય છે તો પછી શા માટે બીજાને વહેંછવું??જુવાનીમાં ઉછાળા મારતું લોહી અને સંભોગની તીવ્ર ઈચ્છા જ્યારે બેકાબૂ બની રહી હોય છે ત્યારે હૃદયથી એક ચિનગારી ઉત્તપન્ન થાય છે જેને પ્રેમ નામ આપણે આપ્યુ છે. સમય સાથે લોકોને પ્રેમની જરૂરિયાત ઉભી થતી હોય છે .પ્રેમ તો બાળપણમાં પણ માતા પિતા કરતા જ હોય છે યૌવનમાં પ્રવેશ સમયે શા માટે કોઈના પ્રેમની જરૂર પડે ?? માત્ર શારીરિક સુખ જ પ્રેમ નથી પરંતુ હા પ્રેમ સાથે શારીરિક સુખ પણ જરૂરી જ છે.આ બધા નો યોગ્ય વિચાર કરવો રહ્યો.આ બધું હું શું કામ વિચારી રહ્યો છું મને જ નથી ખબર.લોકોનું માનવું છે કે મૌન માણસને મજબૂત બનાવે છે મારું માનવું છે કે મૌન માણસને મારે છે.જેણે ખરેખર જગજાહેર કંઈ બોલ્યું જ નથી એ સફળ કઈ રીતે થશે???આજની પેઢી જ એવી છે અને પેલું સાંભળ્યું છેને "બોલે એના બોર વેચાય" બસ એમ જ હવે મૌન ખાલી મનની શાંતિ માટે જ યોગ્ય રહ્યું છે.એક માણસ જાત કેટ કેટલું સહન કરે નઈ.