અમારે સ્વિમિંગ પૂલ ની શું જરૂર છે?
અહીં દરેક શહેરમાં રસ્તે સ્વિમિંગ પૂલ છે.
અમારે ઘોડાની ક્યાં સવારી કરવી હવે?
કેમકે રસ્તે ઘોડો થવા 'ગાય' તૈયાર છે.
અમારે બસ ની હવે ક્યાં રાહ જોવી રહી?
ગામ ગામડે સકળા,જીપ ઘેટાં ભરવા તૈયાર છે.
અમારે મોંઘવારી ના ભવિષ્યની ચિંતા છે !
દરરોજની કમાણી ઘર,મેમાન,મોબાઈલમાં ખર્ચાય છે.
મંદિરે તો કાયમ જઇએ પૂજા કરવા ગામમાં.
થોડી મૂડી બચી તે 'પૂતળાં' જોવામાં વપરાય છે.
સભ્ય,સંસ્કૃત દેશ જૂઠ બોલવામાં બદનામ છે.
ભણેલો ભૂખે મરે,અભણ અમીર થતો જાય છે.
- સવદાનજી મકવાણા
(વાત્ત્સલ્ય)
😄😄😄😄😄🙏😄😄😄😄😄