ધીરે ધીરે બધાં જ સ્વાદ જઈ રહ્યાં છે,
શું એ મારાં અંત તરફ આંગળી ચીંધે છે,
વાત કહેવી એટલી સરળ હોતી નથી,
શું એ મારાં મૌન તરફ હાથ ઝાલે છે,
હસવાની કિંમત કેવી મોંઘી થઈ ગઈ,
શું એ મારાં ઉદાસીના આંસુ લુછી શકે છે,
અંત કેવો આપણે ઇચ્છીએ એવો થઈ ગયો,
શું એ મારાં નવાં જન્મના એંધાણ આપે છે..
મનોજ નાવડીયા