યુદ્ધ વિરુદ્ધ ઈશ્વરી વિચાર....
વિશાળ ગગન અને વિશાળ ધરતી;
જોવા મળી છે, દરિયામાં ઓટ અને ભરતી.
નક્કી છે સમય ભરતી અને ઓટનો;
બદલાય છે માણસ, અસમય કંઇક ખોટનો.
જોઈને વિચારના વાદળ બંધાય છે , પરમેશ્વરના મસ્તકમાં;
ભૂલ કરી કે શું મે ? બનાવી મૂક્યો માણસ બ્રહ્માંડમાં.
© - અંકિત કે ત્રિવેદી - 'મેઘ'