એક જ અલૌકિક શકિત છે,
એના ય ભાગલા પાડવા બેઠો છે
અહીં માણસ ભગવાન થવા બેઠો છે
પોતાના જ ધર્મના ભાગલા પાડી
ભગવાનને વહેંચવા બેઠો છે
અહીં માણસ ભગવાન થવા બેઠો છે
કર્મો નો હિસાબ ચાલે છે જ્યાં
ત્યાં ઉપવાસ, એકાદશી ,એકટાણાં અને
પોતાના વ્રતોનો હિસાબ દેવા બેઠો છે
અહીં માણસ ભગવાન થવા બેઠો છે
માત્ર શ્રદ્ધા રાખવાથી કામ પાર થાય છે
ત્યાં અંધશ્રધ્ધા પર વિશ્વાસ રાખી બેઠો છે
અહીં માણસ ભગવાન થવા બેઠો છે
અંતમાં,
માણસાઈથી જ માણસ થવાય
એ હવે ભૂલી ને બેઠો છે
અહીં દરેક માણસ ભગવાન થવા બેઠો છે
તારી સાચી શકિત છે
શ્રદ્ધા અને વિશ્વાસમાં એ તું ખોઈને બેઠો છે
અહીં દરેક માણસ ભગવાન થવા બેઠો છે
યોગી
-Dave Yogita