અટકળ નથી
ઝાંઝવા પાછળ ભમી અટકળ નથી.
આંખમાં ડોકાય એ ઝાકળ નથી.
બાંધવાની વાત મૂકી તો ગઈ,
શ્વાસ સાથે બાંધવા સાંકળ નથી.
આશ લટકાવી હતી ત્યાં બારણે,
આજ મિલન તો થશે પોકળ નથી.
ધારવાનું થાય સહેલું છે શક્ય,
આજ સમજણ સાથ આપે પળ નથી.
જીવ સાથે છે અનોખો ભાવ ત્યાં,
શ્વાસ સાથે બાજી માંડી વળ નથી.
વાત જૂની યાદ આવી જાય ને,
આજ એનું ક્યાંય મળતું તળ નથી.
એક સગપણ બાંધવામાં વાર શું?
કે વચન સાથે અહીં શ્રીફળ નથી.©
ગાલગાગા ગાલગાગા ગાલગા
"કાજલ"
કિરણ પિયુષ શાહ