શકે.
દેવ- દાનવ જેમ તારું મન કહે જીવી શકે.
રામ રાવણ તારી ભીતર જીવતાં, રાખી શકે.
માન ને અપમાન ગાંઠે બાંધવાની શી જરુર?
એજ ગાઠો જિંદગીને આખરે તાવી શકે.
કર દહન તું સાચવેલા મનનાં રાવણનું હવે.
વ્યર્થમાં બાકી દહનમાં પૂતળાં બાળી શકે.
આજથી મક્કમ કરી મનને બદીઓ છોડજે,
ને પછી આરામથી જીવી બધું ભૂલી શકે
શ્યામ બનવા કંસને તો મારવો પડશે અહીં.
રામ રાવણ યુદ્ધ કાયમ મન લડી થાકી શકે?
હા! વિજય સતનો સદા થાશે કહીં લડતા રહો.
વાત નાની પણ જરુરી લાગતી માની શકે?
કંસ રાવણ મંથરા મારિચ અહીં જીવી ગયાં.
મન સદાથી લાલચું ગમતું સરળ, ટાળી શકે?©
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
કાજલ
કિરણ પિયુષ શાહ
૨૪/૧૦/૨૦૨૩