ગરબો - જગમાતા
મા ઓ માવડી દરશન આપો ને જગમાતા
આવી ઉભી દરવાજો ખોલો ને જગમાતા
હૃદયમંદિરે બિરાજો મા વિનંતી એટલી કરું
શ્રદ્ધાનો દિવડો પ્રગટાવી મા આરતી ઉતારું
તમારા ચરણોમાં શરણ દેજો ને જગમાતા
મા ઓ માવડી દરશન આપો ને જગમાતા
સોના રૂપા કે હીરા મોતી કંઈ નથી મારી પાસે
શણગાર તમારો હૃદયના ભાવથી કરીશ માતે
ફૂલોથી સજાવું ભાવ સમજો ને જગમાતા
મા ઓ માવડી દરશન આપો ને જગમાતા
ઊંચા ઊંચા પર્વતે બેઠી છે સૌ બેનડીઓ
રમવા ચોકમાં હવે આવો ને સૌ માવડીઓ.
હાથમાં હાથ ભક્તોનો લેજો ને જગમાતા
મા ઓ માવડી દરશન આપો ને જગમાતા@
કાજલ
કિરણ પિયુષ શાહ
૨૧/૧૦/૨૦૨૩