તને ખબર છે એક તારા પર,
હું આંધળો વિશ્વાસ કરું છું
હું આંખ બંધ કરીને એટલે જ તને પ્રણામ કરું છું
નામ તારું હું દરેક પળમાં રટુ છું
મારા શ્વાસોશ્વાસમાં,
તારો વિશ્વાસ લઈ ફરું છું
મારી દરેક મુશ્કેલીમાં તને આગળ ધરું છું
મારી મુશ્કેલીઓ કરતા તું મોટો છે
આ વિશ્વાસ સાથે રાખી ફરું છું
તારી એક એક કસોટીને મારા નસીબ માની રહું છું
તારા પરિણામને હું દરેક વખતે માથા પર ચડાવું છું
આટલો વિશ્વાસ તારા પરિણામ પર પણ કરું છું
તું આપે ના આપે તારી મરજી
હું તો રોજ મારી ઈચ્છા સાથે રાખી ફરું છું
તને ખબર છે હું તારા પર કેટલો વિશ્વાસ કરું છું
જ્યારે જ્યારે પડું છું પહાડ જેવી મુશ્કેલી પરથી
ત્યારે પણ મારા હાથ હું છૂટા રાખી ફરુ છું
મને ખબર છે પડીશ તારા જ ખોળામાં
બસ,આ વિશ્વાસ હું માત્ર તારા પર રાખી ફરુ છું..
મહાદેવ હર
યોગી
-Dave Yogita