*હા! ..મને પ્રેમ છે...*
કેટલીવાર કહું..
વારંવાર એકની એક વાત...
હા... મને પ્રેમ છે..
સૃષ્ટિના કણ કણથી
ઓહ.....
તને હસવું આવે છે...
વિશ્વાસ નથી બેસતો..?
હું કૃષ્ણમયી.. કૃષ્ણા જ
મારું સર્વસ્વ એને જ અર્પણ
શ્વાસે શ્વાસે તેનું જ રટણ...
રુંવે રુંવે એનો જ વાસ...
કૃષ્ણ..?
કોણે જોયો એને..?
ક્યાં છે..?
છે તો દેખાતો કેમ નથી..?
અરે રે....આ શું?
કૃષ્ણનો અસ્વીકાર..
અરે સાંભળ..
કૃષ્ણ તો શ્વાસ
એ અહેસાસ
મનનો વિશ્વાસ
સૃષ્ટિના અસ્તિત્વનો આધાર
હા! એ નથી જોઈ શકાતો...
આ નરી આંખે
પણ
એનું અસ્તિત્વ તો પવન જેવું..
એના વગર જીવન જ અશક્ય
અને મને કૃષ્ણ હર સ્વરૂપે સ્વીકાર્ય
એટલે..
વારંવાર કહું છું..
હા! મને પ્રેમ છે..!
કૃષ્ણરૂપથી..©
"કાજલ"
કિરણ પિયુષ શાહ