સવારની ઝાકળથી પણ વધારે ભીનાશ અનુભવાય છે.
જ્યારે ભીનાં વાળમાં સવારે ઉઠતાં જ સામે તું દેખાય છે.
વાળને ઝટકતા વખતે આ ભીનાશ વરસાદ બની જાય છે.
જાણે કાળા વાદળોમાંથી એ નીર ધરતીને ભીંજવી જાય છે.
કપાળની નાની બીંદી સવારની આકાશ-શી ઝલક દઈ જાય છે.
પૂર્વમાંથી જેમ સૂર્યનારાયણના પ્રથમ લાલ દર્શન થાય છે.
ભ્રમરો જાણે પણછ ચડાવવા આતુર ધનુષ જેમ દેખાય છે.
આંખોનું તો શું કહું, કે એનાં પર લખવું કે ડૂબવું ક્યાં નક્કી જ કરાય છે.
-તેજસ