તું અગાધ તું અફાટ તું હિ તું અપાર છો
તું શૂલપાણિ ત્રીપુંડધારી તું હિ તું કપાલ છો
તું આદિ તું અનાદી તું હિ તું વિકરાલ છો
તું ગૌરિકાંત તું કાલ તું હિ તું મહાકાલ છો
તું દેવ તું શિવ તું હિ તું મહાદેવ છો
તું આત્મા તું જીવાત્મા તું હિ તું સદૈવ છો
તું વ્યોમ તું ધરા તું હિ તું ત્રિલોક છો
તું વહ્ની તું જલધિ તું હિ તું શિવલોક છો
તું તેજ તું તિમિર તું હિ તું મિહિર છો
તું શશાંક તું મયુખ તું હિ તું સમીર છો
તું નિનાદ તું નીરવ તું હિ તું પ્રસંડ છો
તું સર્જન તું વિનાશ તું હિ તું બ્રહ્માંડ છો
તું વિધાતા તું જનાર્દન તું હિ તું મહેશ છો
તું જનક તું પુનિત તું હિ તું નરેશ છો
તું ભૈરવ તું અવદાત તું હિ તું મનોહર છો
તું ધૂર્જટી તું ચંદ્રમૌલી તું હિ તું હરિહર છો
તું પાવક તું તડિત તું હિ તું પ્રદીપ છો
તું પર્જન્ય તું પયોધર તું હિ તું મેઘદીપ છો
તું નિપુણ તું મતિમાન તું હિ તું ગતિમાન છો
તું સામર્થ્ય તું ધરખમ તું હિ તું વિદ્યમાન છો
✍️ સાગર વૈષ્ણવ