મન એક પાંજરું બન્યું, કેમ હું સમજાવું રે મારી દિલની વેદના સખી.
જિંદગીના અંતરંગ કોઈ સમજી ન શકે! કેમ હું સમજાવું રે મારી દિલની વેદના સખી.
દિલમાં છે લાગણીઓ પથ્થર બની, કેમ સમજાવું રે મારી દિલની વેદના સખી.
દુનિયા બની મતલબી હું ખોવાઈ ગઈ,કેમ સમજાવું રે મારી દિલની વેદના સખી.
સંબધોની કાટમાળ હેઠળ હું ભીંસાઈ ,કેમ સમજાવું રે મારી દિલની વેદના સખી.
પ્રેમની વાતોમાં જાણે કંઇ રહ્યું ના બાકી,કેમ સમજાવું રે મારી દિલની વેદના સખી.
ભાનુબેન બી પ્રજાપતિ
" સરિતા"
-Bhanuben Prajapati