અરે સખી ચાલને હવે ,પહેલા જેવા બની જઈએ મનમોજી.
અરે સખી ચાલને પહેલા જેવાં બની ઢીંગલી દાવ રમીએ.
બનીએ પહેલા જેવા ભોળા અને કૂકડી દાવ રમીએ.
અરે સખી.ચાલને રમીએ પકડદાવને,પહેલા જેવા મનમોજી બનીએ.
ના કોઈ ચિંતા ,ના કોઈ થાક કેવા હસતા રમતા મનમોજી બની રહેતા.
અરે સખી એ દિવસો પાછા ફરી જીવી લઈએ ચાલને બનીએ મનમોજી.
સખી સમય ગયો અને જીંદગી માં જાણે એકલતા સવાઈ રહી ગઈ.
અરે સખી! ચાલને પાછા ભૂતકાળમાં સરી જઈને ,બની જઈએ મનમોજી.
અરે સખી ચાલને બનીએ ,પહેલા જેવા બની જઈએ મનમોજી.
-Bhanuben Prajapati