આ ધરતી પર આંસુની કિંમત એ જ વ્યક્તિ કરી શકે જેને જીવનમાં આવતા આઘાતને આંસુ પી ને પસાર કર્યુ.
દુનિયા સામે જ્યારે આપણી આંસુ ની કિંમત ના રહે ,ત્યારે આંસુ ને પી ને એને તમારી શક્તિ બનાવી સમાવી લેવા.
જ્યારે વ્યક્તિની આંખોમાં દર્દ હોય છતાં આંસુ ના વહે, ત્યારે સમજવું કે તે" વ્યક્તિ" પોતાના "આંસુ" હદયમાં સંતાડી હદયથી રડી રહી છે.
આંસુ ગમે તે વ્યક્તિ આગળ ક્યારે ન વહેવા દેવા ,જેથી આપણા સ્વાભિમાનને ઠેસ પહોંચે.
આંસુથી ક્યારે કોઈને પીગળાવી હમદર્દી પણ પ્રાપ્ત ના કરવી, કારણકે કોઈના દયાના પાત્ર બનવા કરતા આંસુ પી ને જીવન પસાર કરવું એજ સાચું જીવન છે.
-Bhanuben Prajapati