આખરે ઘરે આવ્યા!
છેલ્લો શ્વાસ લેવાની ઈચ્છા ઘરે હતી
એટલે તો આખરે ઘરે આવ્યા!!!!
બધા મારી નજીક હતા અને
હું મોતની નજીક
એટલે તો આખરે ઘરે આવ્યા!!!!
મોઢામાં શબ્દ ન હતા
આંખો ફરતી રહી અને પ્રાણ જતા રહ્યા
એટલે તો આખરે ઘરે આવ્યા!!!!
સગા વ્હાલા આવ્યા સાથે ફૂલ હાર લાવ્યા
ઉતાવળ હતી સૌને પોતાના ઘરે જવાની
એટલે તો આખરે ઘરે આવ્યા!!!!
બધાને ઉતાવળ હતી મને કાઢવાની
બસ આ ઘરને કોઈ ઉતાવળ ન હતી
એટલે તો આખરે ઘરે આવ્યા!!!!
હું મારા ઘરમાંથી જતો રહ્યો
આખરે હું મારા ઘરે પહોંચી ગયો
બસ આ જ સફરમાં ઘરમાં હું રહી ગયો
અંતમાં,
ઘર એટલે આશરો, ઘર એટલે ઓટલો
ઘર એટલે શાંતિથી મળતો રોટલો
આ ઘર જ છે જ્યાં માણસ થાકી અને હારીને પણ જઈ શકે છે
મરીને પણ આ ઘરમાં જીવી શકે છે
એટલે તો આખરે ઘરે આવ્યા!!!!
યોગી
-Dave Yogita