વિશ્વાસ છે
એ નજર મળતા ફરી લાગ્યું અહીં વિશ્વાસ છે.
સાચવી મનમાં પછી તો આખરી એ પ્યાસ છે.
પાંપણે આવીને અટકી જાય, બાંધ્યો બંધ ત્યાં,
એ વહેતા પણ રહે એવાં જ પાછાં ખાસ છે.
ઋણ હતું માથે ચડાવ્યું માન સાથે આજ તો,
વીરતાની વાત પર કુર્બાન સઘળું પાસ છે.
આજ ચોકીદાર થઈને એ પહેરો પણ ભરે,
દૂર ઊભો આજ ચાડિયો જ લાગ્યો ભાસ છે.
હોડ ચાલી આંબવાની, કુદકો ત્યાં આભ પર,
થાય ઈચ્છા આજ પૂર્ણ એટલો અભ્યાસ છે.
નાવડી ઝોલે ચડે તોફાનમાં, દિશા જડે,
કે સફરમાં સાથ રાખ્યો આજ તો કંપાસ છે.
બાહુ બળને માપવામાં આજ ખોયું માન ત્યાં.
ને બચ્યાં થોડા જ પાસે, એજ શ્વાસોશ્વાસ છે.©
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
"કાજલ"
કિરણ પિયુષ શાહ