વતન મને મારું પ્રાણથી પ્યારું છે
વતન સાથે મારે જનમ જનમનું દેવું છે
દેવું મારે વતનનું ચૂકવવાનું છે
મારા વતનની વાત જ નિરાળી
અહીં નજર પહોંચે ત્યાં હોય
બસ હરીયાળી હરીયાળી
આ સપનું છે મારું જે સાકાર કરવાનું છે
કોઈ ના માંગે ભીખ અહીઁ
કોઈ ના રહે ભૂખ્યું કોઈ,
આવે દરેક ઘરમાં રોનક,
એ જ ઈશ્વર પાસે માંગવાનું છે
વતન આજે તરસી ગયું છે,
હજુ સમય છે પાછા વળી જવાનો
એક એક જવાનોની કુરબાનીનો ઋણ ચૂકવવાનો
વતન આજે પોતાનું ભારત પાછું માંગી રહ્યું છે
આપણું વતન આજે ગુનાઓ સામે હારી રહ્યું છે
એને ફરી સંસ્કારો અને સંસ્કૃતિથી જીવીત કરી દેવાનું છે
આજની પેઢીએ આ કામ કરવાનું છે આવનારી પેઢીમાં
નવો ઉત્સાહ અને ઉમંગનો દીપ પ્રગટાવી દેવાનો છે
અંતમાં,
ભલે હોય સો માંથી નવાણું બેઈમાન
પણ એક ઈમાનદારએ જ આ કામ કરવાનું છે
આપણે આજ લોહીથી નહિ, ઈમાનદારીથી પ્રાણ પુરવાના છે
આપણે બધાએ સાથે મળી આજ આ પ્રણ લેવાનું છે
જય હિન્દ
યોગી
-Dave Yogita