કાયમી છે.
આવારગી નજરની એની તો કાયમી છે.
બાજી હવે અલગથી રમવી શું વ્યાજબી છે?
આસું હતાં કિનારે ભીનાશ ત્યાં હતી ને,
નમણાશ એજ એનો શણગાર, સાદગી છે.
આપીશ સાથ સાજણ છે જિંદગી તમારી,
બાંહો તમે પ્રસારો એ હાથ પાલખી છે
જીતી જશે હવે તો, એ આખરી જ બાજી.
ઈનામ તો મળ્યા છે હા જીત નામની છે.
ખોલી કમાડ સ્વાગત કરશે તમારું દ્વારે,
શરતો પછી બતાવી પાળીશ ? આકરી છે.
સાગર તટે એ ઊભી પાણી હતું હતી પ્યાસ,
પ્યાસી રહી હતી ને, શોધી એ નાવડી છે.
સંભાવના બધી ત્યાં ખોટી પડી હતીને,
'કાજલ' હવે ભરોસો ત્યાં રાખ ખાનગી છે.©
"કાજલ"
કિરણ પિયુષ શાહ