વધતી ઉંમરની પણ એક રવાની હોય છે
એક એક સફેદ વાળની અલગ કહાની હોય છે
અનુભવથી ઘડાયેલી આ તો જવાની હોય છે
ઉંમર ઉંમરની વાત નિરાળી હોય છે
વધતી ઉંમરે ચહેરાની સુંદરતા
દરેકના દિલના ખૂણે ઉતારવાની હોય છે
યાદશક્તિ ઘટતી જાય છે, યાદો વધતી જાય છે
આવી જ સૌની અલગ પણ એક જ કહાની હોય છે
વધતી ઉંમર તો એક નંબર છે
આપણે તો રોજ અહીઁ નવી જ જિંદગી જીવવાની હોય છે
યોગી
-Dave Yogita