કોઈ નથી સમજતું આ રોટલો કઈ રીતે આવ્યો હશે,
એક ગરીબ નાનકડા ખેડૂતે કેટલો બોજ ઉઠાવ્યો હશે.
ગીરવે રાખી હશે એને વસ્તુ, બિયારણ લાવ્યો હશે.
આ કૃષિપ્રધાન મારા ભારતદેશમાં શુ ખેડૂત ફાવ્યો હશે?
એક કથા મારે કહેવી છે ગરીબ લોકોના ભૂખની,
કોઈ વ્યથા નથી લખી શકતા એ લોકોના દુઃખની.
કવિઓએ ગીરવે મૂકી કલમ આજ નેતાઓ પાસે,
એ માત્ર કવિતાઓ લખે છે વૈભવી હરેક સુખની.
અમીરોનો કથિત મહાનતાના તેને કાવ્ય બનાવ્યા હશે.
ભૂખ જ્યારે હાવી બને છે માણસના વિચારો પર,
તેની સીધી અસર થાય છે માણસના સંસ્કારો પર.
હડધૂત કરી દે છે અન્ન માંગતા એક નાના બાળકને,
એ જ તો લાખો રૂપિયા ખર્ચે છે મહંતોના હારો પર.
એ ભૂખ્યા પેટને કેવા ધર્મના પાઠ તેને સમજાવ્યા હશે.
ભૂખ નો પ્રકોપ નિર્ધનની બેટીનું શિયલ લૂંટી જાય છે,
માણસની માનવતાના તમામ સંસ્કાત છૂટી જાય છે.
ધર્મ કર્મ ના ધંધા વાળા ક્યારેય નહીં સમજે એ વાત,
એ ગરીબ સ્ત્રીની રૂપ ભૂખ સામે જ્યારે તૂટી જાય છે.
હેવાન શિયલ લૂંટી, જ્યારે દીકરીના ઘરે આવ્યો હશે.
આત્મહત્યા કરતો ખેડૂત, દેશનો પ્રધાન કેમ સૂતો હશે?
ભૂખમાં લૂંટાતી આબરૂ બાળાની એ કઈરીતે જોતો હશે?
એક ઝુંપડીમાં ચાર નરાધમો નોચતા રહ્યા એક માતાને,
એક બે વર્ષ નો દીકરો બહાર ધૂળમાં જ્યારે રોતો હશે.
શુ આટલો સભ્ય સમાજ આ માણસો એ બનાવ્યો હશે?
ઘરની અંદર જ્યારે ખાવાનું અનાજ ખોટી જાય છે,
લાજ, શરમ, હૈયાના માપદંડ ત્યારે તૂટી જાય છે.
બાળકો ને જોયા છે પશુના છાણમાં અન્ન ને શોધતા,
ભ્રષ્ટ નેતાઓ માતાની છાતીનું દૂધ લૂંટી જાય છે.
કુપોષણની પીડામાં જુરતો આ દેશ કોને બનાવ્યો હશે?
આ નેતાઓની ભૂખ, બાળકોનું બાળપણ ચોરી લે છે,
હાવી બનેલી હવસ, સ્ત્રીઓનું આવરણ ખેંચી લે છે.
એક દ્રશ્ય જોઈ થરથરી ગયો હતો હું કવિ "મનોજ"
એક માતા બસો માં દીકરો વેચી પેટ પોતાનું ભરી લે છે.
ભૂખમરીથી મરતા લોકો માટે શું કાયદા બનાવ્યા હશે?
મનોજ સંતોકી માનસ