Gujarati Quote in Poem by Kiran shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તને ક્યારેય નહીં ભૂલું..

કદાચ હવે ક્યારેય મળી ન શકીએ
પણ.. તેથી શું?
તું ભુલાય જાય..?
એ શક્ય જ નથી..
તું.. તારું નામ
મારા શ્વાસમાં વણાય ગયું છે..
સતત અજપા જાપ..
જપે મન..
છતાં..
શંકા થાય તને..
ભુલી ગઈ...
જ્યાં સમય સંજોગ હોય વિપરીત..
ક્યારેક
લાંબો વિરહ સહન કરવો પડે..
સ્નેહનાં સંબંધ..
મિત્રતા
કે મિત્રતાથી વિશેષ..
એમાં નથી પડવું..
તું પાસે ન હોય
છતાં..
આસપાસ હોવાનો અહેસાસ
મનમાં પડઘાતો સાદ
ચિંતા ન કર...
તારા હોવાપણાનો વિશ્વાસ
જીવાડે છે..
તકલીફ પીડામાં પણ રાહતરૂપ
તારું સ્મરણ સતત સ્મિત લાવે
થોડી સ્વાર્થી થઈ
એટલે જ વારંવાર કહું છું..
તને ક્યારેય નહીં ભુલું... ©

કાજલ
કિરણ પિયુષ શાહ

Gujarati Poem by Kiran shah : 111883667
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now