શું તને યાદ છે?
એ મુલાકાત છેલ્લી હતી શું તને યાદ છે?
રાત આખી પછી તો રડી, શું તને યાદ છે.
એજ વરસાદ વરસે પધારી પલાળી રહે,
સાથ વરસાદ રાખ્યો મળી, શું તને યાદ છે.
ટેરવાંથી કદી પણ અડ્યા, સ્પર્શ એનો નથી,
પાસ આવ્યા અહીં એ ઘડી શું તને યાદ છૈ?
જિંદગીનો ભરોસો અહીં, એક સૂરજ હતો,
રણ મધ્યે આજ ખોયો અડી, શું તને યાદ છે.
આભમાં વાદળે વીજળી પણ ચમકતી હતી,
ને છબીમાં રહી એ ડરી, શું તને યાદ છે.
મૌસમી છે પવન આવશે, ને જશે ના પકડ,
કેમ પકડાતો નથી? ને લડી, શું તને યાદ છે?
ને મિથ્યા લાગતું જીવવું આજ તારા વગર,
કેમ પીછો કરું જયાં ઉડી , શું તને યાદ છે.©
ગાલગા ગાલગા ગાલગા ગાલગા ગાલગા
"કાજલ"
કિરણ પિયુષ શાહ