સરળ નથી
જરા અલગ લખી શકો, લખાવવું સરળ નથી.
મળી તમે જઈ શકો, જશો? જવું સરળ નથી.
લખી હતી જ લાગણી, કદી કહી નથી તને,
જણાવવું હતું ઘણું. જણાવવું સરળ નથી.
બતાવવું પડે બધું , ભરમને ભાંગવા અહી,
જરાક અઘરું કામ છે, બતાવવું સરળ નથી.
કરું કરું વિચારતા કરી શકાય કામ પણ,
કદી વિચાર આવતો, વિચારવું સરળ નથી.
કરો તેવું ભરો અહીં , ખબર હતી છતાં તમે,
સમજ વિના શરૂ કર્યું એ જાણવું સરળ નથી.
જરાક વાહ થાય કે વખાણ થાય એ ગમે,
અજાણતા કરેલ વાહ, વખાણવું સરળ નથી.
મગજ ફરી ગયું હતું, જરાક રાય સાંભળી,
ચડી ગયો જરા પારો, ઉતારવું સરળ નથી. ©
લગાલગા લગાલગા લગાલગા લગાલગા
કાજલ
કિરણ પિયુષ શાહ