“સુવિચાર.”
૧) ના પલટ જિંદગીના એ પાનાં,
તેમાં બાકી કંઇ નથી…
રચ ઇતિહાસ એ પાનાં ઉપર,
જેમાં લખાયું કંઇ નથી.
૨) શબ્દ વધુ અને ભાવ ઓછો તેનું નામ ‘યાચના ‘
ભાવ વધુ અને શબ્દ ઓછા એનું નામ ‘પ્રાર્થના ‘
૩) રાત સવારની રાહ જોતી નથી,
ખુશ્બુ ઋતુની રાહ જોતી નથી,
જે પણ ખુશીથી દુનિયામાં મળે,
એનું પ્રભુ પ્રસાદ માની સ્વીકારજો.
૪) સત્કાર્યો કરવાથી પુણ્યનો સરવાળો થાય છે
પરંતુ અંતરથી જો કોઇના આશીર્વાદ મળે તો
પૂણ્યનો ગુણાકાર થાય છે.
૫) અહંકારી અજ્ઞાની અને ગુમાની કદી ન બનશો
આ દુર્ગુણો તમને જાગવા નહીં દે.
🙏🏻। 🌸। 🙏🏻। 🌸। 🙏🏻