છોડ બનું તો ફૂલ આપું,
ફૂલ બનું તો સુગંધ આપું,
ઝાડ બનું તો ફળ આપું,
ફળ બનું તો મીઠાશ આપું,
વાદળ બનું તો વર્ષા આપું,
વર્ષા બનું તો ધાન આપું,
સૂરજ બનું તો રોશની આપું,
રોશની બનું તો આયુ આપું,
સજ્જન બનું તો વિચાર આપું,
વિચાર બનું તો સુખ આપું...
મનોજ નાવડીયા