તમારા ગયા પછી.
થાવું નથી ઉદાસ તમારા ગયા પછી.
યાદો જ આસપાસ તમારા ગયા પછી.
જીવી જવાય ખાસ વચન પાળવા અહીં,
બોલો લઉં ને શ્વાસ તમારા ગયા પછી?
સ્વીકારી લે જુદાઈ હકીકત છે પ્રેમની,
ચાહી શકું અમાસ તમારા ગયા પછી.
મનમાં સવાલ થાય કરું શું હવે કહો.
ઈશ્વર થશે વિકાસ તમારા ગયા પછી?
સાચે હવે ગુલામ બદીઓનો નહીં
છોડી શકાય દાસ તમારા ગયા પછી?
સાગર કદી ભરાય કે છલકાય કેમનો?
ભીતર કરી તપાસ તમારા ગયા પછી.
મન ડંખતું અપાર કહીં ના શકું હવે,
મનમાં સતત એ ભાસ તમારા ગયા પછી.
લાગ્યું હવે સમાજ કહે તેમ થાય તો?
ફેલાય તો સુવાસ તમારા ગયા પછી.
મુઠ્ઠી ભરી શકાય બનાવીને યાદ કે,
ચ્હેરે અનેક ચાસ તમારા ગયા પછી.©
ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા
કાજલ
કિરણ પિયુષ શાહ