શું લખું તને?? શબ્દોથી સજાવીશ તો નાનું પડશે
એક કવિતા લખું તો શબ્દો ઓછા પડશે
તું વસે છે એક એક ગુજરાતીમાં
તું માત્ર રાજ્ય નથી
તું મહાસતા ધરાવતું મારું ગુજરાત છો....
તું હિસ્સો છે ભારતનો
પણ તારામાં આખુ ભારત સમાયેલું છે
તું વિશ્વને સમાવી બેઠેલું મારું ગુજરાત છો..
તું સુરક્ષિત છો, તું સ્વસ્થ છો
તું ગુજરાત છો
ગર્વ છે મને ગુજરાતી હોવાનો
જય જય ગરવી ગુજરાત🙏
-Dave Yogita