ગુજરાત
હા! હું ગુજરાતી
વિશ્વ પ્રવાસી કે વિશ્વ નાગરિક
ઉતરધ્રુવથી દક્ષિણધ્રુવ
પૂર્વથી પશ્ચિમ
દુનિયાનો કોઈપણ ખૂણે જાઓ
ગુજરાતી તમને મળે ને મળે જ.
સાહસિક, નિડર, અને કુશળ વ્યાપારી
થેપલાં ઢોકળાં
ને
પાત્રા સાથે અથાણાં ખાખરા
ગુજરાતીની ઓળખ
ભારત એટલે પશ્ચિમે રણ
પૂર્વે હિમાલય ગિરિમાળા
દક્ષિણ પશ્ચિમે ઘુઘવતો સાગર..
એમાં પશ્ચિમે હૃદય સમાન ગુજરાત
એક જ ભાષા
વિવિધ બોલી
કે
બાર ગાઉંએ બોલી બદલાય
ગુજરાતી ખમીરવંતો
મોરબી હોનારત હોય
કચ્છનો ભૂકંપ
અમદાવાદનાં રમખાણ
દરેક પરિસ્થિતિમાંથી બહાર આવે
ફરી વસાવે
બમણા જોરે...
કચ્છનું રણ
ખંભાતનો અખાત
માંડવીનું બંદર
ઈતિહાસની ધરોહર
ધોળાવીરા ને લોથલ
ગિરનાર, શેત્રુંજય, પાવાગઢ
ને
સાપુતારા
સોમનાથ દ્વારકા શામણાજી
ને
ઉધોગોની ભરમાર
દેશના વિકાસમાં અગ્રેસર
મારું ગુજરાત
વ્હાલા ગુજરાતને
સ્થાપનાદિવસની અઢળક શુભેચ્છાઓ
કાજલ
કિરણ પિયુષ શાહ
૦૧/૦૫/૨૦૨૩