એ દોસ્ત! સ્કૂલની એ બેન્ચ હજુ
તારી ને મારી રાહ જોવે છે
એ દોસ્ત! ચલને એક લટાર મારતાં આવીએ
ફરી એ સ્કૂલ લાઇફ જીવતા આવીએ....
એ દોસ્ત! ચલને ફરી પાટી પેન પર
એકડા બગડા લખતા આવી
ફરી એ સ્કૂલ લાઇફ જીવતા આવીએ....
એ દોસ્ત! ચલને ફરી ધૂળ ખાઈ ગયેલી
સ્ટીલની પેટીમાં ચોપડા ભરતા આવી
ફરી એ સ્કૂલ લાઇફ જીવતા આવીએ....
એ દોસ્ત! ચલને પહેલી રીસેસમાં
મળતી મોજ માણતા આવીએ
ફરી એ સ્કૂલ લાઇફ જીવતા આવીએ....
એ દોસ્ત! ચલને હું ને તું
ફરી ફરી ક્લાસમાં ઝગડતા આવી
ફરી એ સ્કૂલ લાઇફ જીવતા આવીએ....
એ દોસ્ત! ચલને પહેલીવાર પકડેલા
અંગૂઠા યાદ કરતા આવીએ
ફરી એ સ્કૂલ લાઇફ જીવતા આવીએ....
એ દોસ્ત! ચલને પેલી પ્રાથના રોજ બોલતા
એ યાદ કરતા આવી
ફરી એ સ્કૂલ લાઇફ જીવતા આવીએ....
એ દોસ્ત! ચલને ફરી આખા ક્લાસમાં
કડકડાટ ગુજરાતી બોલતા આવી
ફરી એ સ્કૂલ લાઇફ જીવતા આવીએ....
એ દોસ્ત! ચલને ફરી એક એક બેન્ચ
પર ભૂસકા મારતાં આવી
ફરી એ સ્કૂલ લાઇફ જીવતા આવીએ....
એ દોસ્ત ચલને એ ટીચરના ચરણમાં
એકવાર નમતા આવી
ફરી એ સ્કૂલ લાઇફ જીવતા આવીએ....
યોગી
-Dave Yogita